The Sarvoday Nagarik Sahakari Bank Ltd. (Himatnagar)

Registration No: S/11564, Date: 01-07-1978,   RBI Licence No: UBD.GJ.881P

IFSC Code: GSCB0UTSNBL

02772 242690

Chairman's Message

Rauf A. sabugar

Chairman

અતુટ વિશ્વાસ અને સ્થિર પ્રગતિનું પ્રતિક "સર્વોદય બેંક"

સન્માનનીય સભાસદ વડીલો, ભાઈઓ તેમજ બહેનો,

આપણી બેંકે યશસ્વી કારકિર્દીના ૪૦ (ચાલીસ) વર્ષ પુરા કરી ૪૧માં વર્ષમાં પ્રવેશ કરેલ છે. બેન્કની ૪૦મી વાર્ષિક સાધારણ સભામાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરતાં, હું હર્ષ અને આનંદની લાગણી અનુભવું છું. આ વર્ષો દરમિયાન આપણી બેંકે તમામ ક્ષેત્રે પ્રગતિ કરેલ છે. જેનો શ્રેય આપ સૌ સભાસદો, બેન્કના બોર્ડ ઓફ ડીરેક્ટર્સ, ગ્રાહકો તથા કર્મચારીઓએ આપેલા અવિરત સહકારને ફાળે જાય છે. હું સર્વેનો અંતઃકરણ પૂર્વક આભાર માનું છું.

વર્ષ દરમ્યાન બેન્કિંગ ક્ષેત્રમાં ખાસ કરીને સહકારી બેન્કોમાં અનેક પ્રતિકુળ સંજોગો ઉદભવવા છતાંય, આપણી બેંકે સારી કામગીરી દાખવેલ છે. ચાલુ વર્ષે રીકવરી પ્રતિકુળ સંજોગો હોવા છતાંય ગ્રોસ NPA પ્રમાણમાં ઘણું ઓછું છે. સભાસદોની જાગૃતતા, સંચાલક મંડળ તથા રીકવરી કમિટી તથા કર્મચારી ગણની વસુલાત માટેની સતર્કતાઓ પ્રતિકુળ સંજોગોમાં પણ બેંકની સતર્કતા દર્શાવે છે. ગત વર્ષ ૨૦૧૬-૧૭માં ગ્રોસ NPA રૂ. 43.73 lakh હતું. જે ચાલુ વર્ષે ઘટીને રૂ. 40.59 lakh થયેલ છે. જેમાં ગત વર્ષની સરખામણીએ રૂ. 3.14લાખનો ઘટાડો થયેલ છે. બેંકનું નેટ NPA "0" (શૂન્ય) છે. એ બેંકની સુદ્રઢ કામગીરીનો નમુનો છે. બેંકના સભાસદોએ પણ ખુબ સાથ-સહકાર આપેલ છે. જેની સહર્ષ નોંધ લઈએ છીએ. સમયની માંગને અનુરૂપ પરિવર્તન અપનાવી બેંકમાં નીચે મુજબની સેવાઓ તથા સુવિધાઓમાં વધારો કરેલ છે.

  • SMS બેન્કીંગ સુવિધા.
  • MISSCALL એલર્ટની સુવિધા ચાલુ કરેલ છે. જેનો નં. ૯૦૩૩ ૨૪૨૬૯૦ છે. લાભ લેવા વિનંતી.
  • ઓટોમેટીક રિન્યુઅલ ડીપોઝીટની સુવિધા.
  • APBS સેવા અન્વયે LPG સબસીડી માટે ડાયરેક્ટ બેનીફીટ ટ્રાન્સફર ની સુવિધા ઉપલબ્ધ.
  • INTERNET BANKING, MOBILE BANKING, ATM વિગેરે આધુનિક સુવિધાઓ બેંકમાં ટૂંક સમયમાં ચાલુ કરવામાં આવશે.
  • સમાજનો દરેક વર્ગ બેન્કિંગ સેવાનો લાભ લઇ શકે તેમજ વધુમાં વધુ લોકો તેમના નાણાંકીય વ્યવહારો બેંક મારફતે જ કરે એ આશયથી "૦" બેલેન્સથી NO FRILL ખાતા ખોલવામાં આવે છે.
  • બેંકમાં સેવાકીય ચાર્જીસ અન્ય બેંકોની સરખામણીએ ઘણા જ વ્યાજબી છે.
  • ઈ-મેઈલ એડ્રેસ ધરાવતા ગ્રાહકોને તેઓની ઈ-મેઈલ રીક્વેસ્ટ આવવાથી ખાતાના સ્ટેટમેન્ટ ઈ-મેઈલથી મોકલવાની સુવિધા કરવામાં આવેલ છે.

આપ સૌને સુવિદિત છે કે, નાગરિક સહકારી બેંકોને, RBIની નીતિ અને આદેશોને આધીન કામગીરી બજાવવાની હોય છે. સાથે સાથે સહકારી કાયદા મુજબ રાજ્યના રજીસ્ટ્રારશ્રી તરફથી બહાર પાડવામાં આવતા પરિપત્રોનું, નીતિ નિયમોનું પાલન કરવાનું હોય છે. આમ, બેવડા નિયંત્રણ હેઠળ નાગરિક સહકારી બેંકોએ પોતાની કામગીરી ચીવટ અને કુશળતાપૂર્વક ગોઠવવાની હોય છે.

આજના બદલાતા માહોલમાં કોમ્પ્યૂટરાઇઝેશન અને તેને આનુસંગિક ટેકનોલોજી બેન્કીંગ વ્યવસાયમાં મુખ્ય આધાર બની ગયેલ છે.બેંકોની સફળતા માટે આજે કોમ્પ્યૂટરાઇઝેશનનો ઉપયોગ મહત્તમ રીતે કરવો જરૂરી છે. જેથી ગ્રાહકોને ઉત્તમ અને ઝડપી સેવા આપી શકાય.

મને વિશ્વાસ છે કે, સર્વે સભાસદો, નિષ્ઠાવાન ગ્રાહકો અને સમર્પિત કર્મચારીઓના સાથ અને સહકારથી આપણી બેંક પ્રગતિના પંથ ઉપર આગેકુચ કરતી રહેશે.